Gujarat University

Admission 2023-2024

Get All Gujarat University Updates here

19/07/2023

Round – 3RD (Inter-Se-Merit) ની પ્રવેશ અંગેની સૂચનાઓ.

Key Dates માં દર્શાવેલ તારીખ-સમય મુજબ નીચેની કાર્યવાહી કરવી               

1. જે વિદ્યાર્થીઓએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ પૂર્ણ ભરેલ હશે, તે તમામ વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં ભાગ લઇ શકશે. એટલે કે પ્રથમ / રીશફલીંગ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય કે ન હોય, કોઈપણ રાઉન્ડમાં પ્રવેશ મળેલ ન હોય, તેવા બધા જ વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં ભાગ લઇ શકશે.

2. રીશફલીંગ રાઉન્ડ બાદ જે તે કોલેજની / કેટેગરીની ખાલી બેઠકોની યાદી વેબસાઈટ પર તા.૧૯-૦૭-૨૦૨૩ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

3. વેબસાઈટ પ્રસિદ્ધ કરવામાં આવેલ બેઠકો તેમજ વિદ્યાર્થીની પસંદગી મુજબ જે તે કોલેજમાં રજીસ્ટ્રેશન ફોર્મ (૧૮-૦૭-૨૦૨૩પછીની પ્રિન્ટ લેવી)  તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ નિયત સમયમર્યાદામાં (કી ડેટ્સ મુજબ) જમા કરાવવા.

4. જે તે કોલેજમાં જમા થયેલ રજીસ્ટ્રેશન ફોર્મમાં દર્શાવેલ મેરીટ/માર્ક્સ/કેટેગરી, વિદ્યાર્થીએ રજુ કરેલ ડોક્યુમેન્ટ્સ સાથે ચેક કરીને કી ડેટ્સ મુજબ કોલેજના નોટીસ બોર્ડ પર પ્રવેશ યાદી મુકવામાં આવશે, અને પ્રવેશ ફી લેવામાં આવશે.

5. પ્રથમ રાઉન્ડ / રીશફલીંગ રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ હોય અને આ રાઉન્ડમાં બીજી કોલેજમાં પ્રવેશ આપવામાં આવે તો અગાઉ મળેલ કોલેજમાંથી પ્રવેશ રદ્દ કરાવ્યા બાદ જ નવી કોલેજ પ્રવેશ કન્ફર્મ કરી શકશે.

6. કોલેજમાં જે કેટેગરીની ખાલી બેઠકો પર તે કેટેગરીના વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવશે,(નિયમોનુસાર SC/ST કેટેગરીની બેઠકો ખાલી રહેવા પામે તો ST/SCમાં અરસપરસ તબદીલ કરવી,તેમજ તમામ કેટેગરીની બેઠકો ખાલી રહેવા પામે તો જનરલ મેરીટમાં તબદીલ કરવામાં આવશે.) પરંતુ તે કેટેગરીના વિદ્યાર્થી ન મળે તો જનરલ મેરીટ ધ્યાને લઈને વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી શકાશે.

7. કોલેજોએ ઉક્ત પ્રક્રિયા દ્વારા પ્રવેશ ફાળવીને સમય મર્યાદામાં એન્ડોર્સ કરાવવાની રહેશે.

8. રાઉન્ડ-૩ માં પ્રવેશ માટેની પૂરી ફી વિદ્યાર્થીએ ભરવાની રહેશે, જો GUAC ઓનલાઇન પ્રવેશ કાર્યવાહીમાં પ્રથમ રાઉન્ડ કે રીશફલીંગ રાઉન્ડમાં ઓનલાઈન ફી ભરેલ હશે તો પ્રવેશ કાર્યવાહીને અંતે GUAC દ્વારા તે ફી પરત કરવામાં આવશે.

14/07/2023

B.A માટે નવા/અધુરા રજીસ્ટ્રેશન અંગેની સૂચના:

  • B.A પ્રવેશ માટે New Registration શરુ કરાયેલ છે જેમાં રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય અથવા ક્વિક રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ આગની કાર્યવાહી (ચોઇસ ફીલિંગ કે ફોર્મ સબમીશન) ના કરેલ હોય તેવા તમામ વિધાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શકશે.
  • જે વિધાર્થીઓનું રજીસ્ટ્રેશન અધૂરું રહી ગયું હોય અથવા રજીસ્ટ્રેશન પેમેન્ટ બાકી હોય કે સકસેસ ના થયું હોય તેવા તમામ વિધાર્થીઓ તેમના જુના આઈડી-પાસવર્ડથી જ આગની કાર્યવાહી કરી શકશે.

રિશફલિંગ રાઉન્ડ માટેની અગત્યની સૂચના 

  • જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજમાં પ્રવેશ મળ્યો હોય અને ત્યારબાદ ઓનલાઇન ટોકન ફી ભરેલ હોય કે ભરેલ ન હોય તેઓ તેમની સંમતિ આપ્યા બાદ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
  • જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોલેજ ફાળવેલ હોય અને ટોકન ફી ભરેલ હોય તથા પ્રવેશ માટે કોલેજમાં રિપોર્ટીંગ કરેલ હોય તેઓ પણ પોતાની સંમતિ આપ્યા બાદ જ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
  • જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એક પણ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવેલ નથી તેવા તમામ વિધાર્થીઓ સંમતિ આપ્યા વગર આપોઆપ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.

નોધ :રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લેવા માંગતા તમામ વિદ્યાર્થીઓ તારીખ 10/07/2023 થી 12/07/2023 (સાંજે 05.00 કલાક સુધી) ફક્ત પોતાની કોલેજની ચોઈસ અને મીડિયમ (માધ્યમ) બદલી શકશે અને વધારાની કોલેજ ચોઈસ પણ કરી શકશે. આ સિવાય કોઈ સુધારો કરી શકાશે નહીં. પ્રવેશ ન મળેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલ જગ્યાઓ, કટ ઓફ માર્કસ અને પોતાના મેરીટના આધારે કોલેજોની ચોઈસ આપવા જણાવવામાં આવે છે

02-07-2023

THE FIRST ROUND IS DECLEARED ON 02-07-2023

પ્રથમ રાઉન્ડ 02-07-2023 ના રોજ જાહેર કરવામાં આવ્યો છે

IMPORTANT NOTICE FOR FIRST ROUND

પ્રથમ રાઉન્ડ માટે મહત્વની સૂચના

Steps of Process for fees payment and confirmation of Admission

ફીની ચુકવણી અને પ્રવેશની પુષ્ટિ માટેની પ્રક્રિયાના પગલાં

1.   It is mandatory to take the printout of your ‘admission allotment letter’ and ‘online token fees payment receipt’ from the admission portal after confirmation of your admission by login using your Application ID & Password. The online token fees payment process may take a few hrs for the successful completion.

(Online Token Fees Payment Deadline: up to 11.59 PM on 07-07-2023).

1. એપ્લીકેશન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા પ્રવેશની ખરાઈ કર્યા પછી પ્રવેશ પોર્ટલ પરથી તમારા ‘પ્રવેશ ફાળવણી પત્ર‘ અને ‘ઓનલાઈન ટોકન ફી ચૂકવણીની રસીદ‘ ની પ્રિન્ટઆઉટ લેવી ફરજિયાત છે. ઓનલાઈન ટોકન ફી ચુકવણીની  પ્રક્રિયા સફળ રીતે પૂર્ણ થવામાં થોડા કલાકો લાગી શકે છે.

(ઓનલાઈન ટોકન ફી ચુકવણીની છેલ્લી તારીખ: 07-07-2023 ના રોજ 11.59 PM સુધી).

2.  After the successful payment of token fees, the candidate must report personally for the endorsement at the allotted College on 03-07-2023 to 08-07-2023 (During college hours only) with original documents listed below and their photo copies.

(a)     New print out of admission form taken after 01-07-2023

(b)    Online token Fees payment receipt 

(c)     Admission allotment letter (college allotment letter)

(d)    Two passport-size photos

(e)      S.S.C/H.S.C Mark sheets (of all trials) and copy of L.C.

(f)   Respective valid certificate for SC/ST/PH/EWS/SEBC (Cast certificate, Non-Creamy Layer certificate, Disability certificate, EWS Certificate, etc.)

(g)  PEC certificate (All students except GSEB & CBSC School within Gujarat State).

 

(h) Copy of Aadhar card.

 

2. ફીની સફળ ચુકવણી પછીઉમેદવારે 03-07-2023 થી 08-07-2023 (કોલેજ સમય દરમ્યાન) નીચે જણાવેલ મૂળ દસ્તાવેજો અને તેમની ફોટોકોપી સાથેતમને ફાળવેલ કોલેજમાં સમર્થન (ENDORSEMENT) માટે પ્રત્યક્ષ હાજર રહી જાણ કરવી આવશ્યક છે.

(a) 01-07-2023 પછી લેવાયેલ પ્રવેશ ફોર્મની નવી પ્રિન્ટઆઉટ

(b) ઓનલાઇન ટોકન ફી ની રસીદ

(c) પ્રવેશ (કોલેજ) ફાળવણી પત્ર

(d) પાસપોર્ટ સાઇઝના બે ફોટા

(e) S.S.C / H.S.C માર્કશીટ (તમામ પ્રયત્નોની)  અને L.C ની ઝેરોક્ષ

(f) SC/ST/PH/EWS/SEBC માટે સંબંધિત માન્ય પ્રમાણપત્ર (જાતિ અંગેનું પ્રમાણપત્રનોન-ક્રીમીલેયર પ્રમાણપત્રઅપંગતા પ્રમાણપત્ર, EWS પ્રમાણપત્રવગેરે)

(g) PEC પ્રમાણપત્ર (ગુજરાત બોર્ડ તથા ગુજરાત રાજયમાં આવેલ CBSC સ્કૂલ સિવાયના વિધ્યાર્થીઓ માટે)

(h) આધાર કાર્ડની નકલ.  

3.  Those who pay the token fees but do not endorse physically at the concerned college, within stipulated time limit, their allotted seat will be cancelled automatically, and they can participate in the successive round.

3. જેઓ ઓનલાઈન ટોકન ફી ચૂકવે છે પરંતુ સંબંધિત કોલેજમાં પ્રત્યક્ષ હાજર રહી દર્શાવેલ સમય મર્યાદામાં confirm કરાવતા નથીતેમની ફાળવેલ સીટ આપોઆપ રદ થઈ જશે અને તેઓ પ્રવેશ માટેના હવે પછીના રાઉન્ડમાં ભાગ લઈ શકે છે.

4. Those who do not pay online token fees within stipulated time period for their admission, their allotted seat will be cancelled automatically, and they can participate in the successive round.

4. જેઓ તેમના પ્રવેશ માટે ઓનલાઈન ટોકન ફી નક્કી કરેલ સમય મર્યાદામાં ભરશે નહીંતેમની ફાળવેલ સીટ આપોઆપ રદ થઈ જશે અને તેઓ પ્રવેશ માટેના હવે પછીના રાઉન્ડમાં ભાગ લઈ શકશે.

5. For cancellation of admission and refund of fees (Refer B.A Information Booklet-2023 Admission)

5. પ્રવેશ રદ કરવા અને ફી પરત મેળવવા માટે B.A માહિતી પ્રવેશ પુસ્તિકા-2023 તેને ધ્યાનમાં લો.

6. All verified and valid candidates will be eligible for the successive round.

6. બધા ચકાસાયેલ અને માન્ય ઉમેદવારો પ્રવેશ માટેના હવે પછીના રાઉન્ડ માટે લાયક ગણાશે.

 

27-06-2023

MOCK ROUND HAS BEEN DECLARED

મોક રાઉન્ડ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના 

– આથી વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કેમોક રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને પોતાની પસંદગીની કોલેજ મળી નથી એવા વિદ્યાર્થીઓ તા. થી તા.  સુધીમાં પોતાની કોલેજની પસંદગીમાં ફેરફાર કરી શકશે. 

– કોલેજ પસંદગી કરતી વખતે ગુજરાત યુનિવર્સિટી વેબસાઈટ પર મુકવામાં આવેલ મોક રાઉન્ડના કટઓફમાં પોતાની કેટેગરી પ્રમાણેનું કટઓફ જોઈ કોલેજની પસંદગી કરવી.

– જે વિદ્યાર્થીઓને એક પણ કોલેજની ફાળવણી (એલોટ) થઈ નથી તેવા વિદ્યાર્થીઓ ખાસ કોલેજ પસંદગી કરતી વખતે ગુજરાત યુનિવર્સિટી વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ મોક રાઉન્ડના કટઓફમાં પોતાની કેટેગરી પ્રમાણેનું કટઓફ જોઈ કોલેજની પસંદગી કરવી.

– આ મોક રાઉન્ડનું રિઝલ્ટ છે. અત્યારે કોઈ વિદ્યાર્થીએ કોલેજ કે યુનિવર્સિટી માં જઈ ઓનલાઈન કે ઓફલાઈન ફી ભરવાની નથી. ફાઇનલ એલોટમેન્ટ રાઉન્ડ પછી ઓનલાઇન ફી ભરવાની રહેશે. 

24-06-2023

Important News

વિદ્યાર્થીઓ લોગીન કરી પોતાનો પ્રોવીઝનલ મેરીટ નંબર આજ રોજ જોઈ શકશે,  જે વિદ્યાર્થીનું પ્રોવીઝનલ મેરીટ જાહેર થયું હોય તેવા વિદ્યાર્થીઓએ તા. 24/06/2023 તથા તા. 25/06/2023 ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એડમીશન સેલ ખાતે ( સવારે 11 થી 5 દરમ્યાન ) જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેશે.

13-06-2023

Important Instruction

વાવાઝોડા અસરગ્રસ્ત માટે VERIFICATION PROCESS

   વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં જાહેર પરિવહન રદ થવાના કારણે VERIFICATION માટે પહોચી ન શકનાર વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના વિધાથીર્ઓને જણાવાનું કે તેમનું ONLINE VERIFICATION કરી આપવામાં આવશે તેના માટે APPLICANT નું આધારકાર્ડ, APPLICATION ની PDF, APPLICATION ID, MOBILE NO. વગેરે DOCUMENTS ને help.guacbahon@gmail.com પર MAIL કરવો તથા SUBJECT માં BA EMERGENCY VERIFICATION લખવું. આ સગવડ માત્ર વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના વિધાથીર્ઓ માટે જ રહેશે. જો આધારકાર્ડ નું ADDRESS આ વિસ્તાર સિવાયનું હશે તો તેમને જે તે HELP CENTER પર જઇને VERIFICATION કરાવાનું રહેશે.

નોધ : સમય મર્યાદા પહેલા આવેલ આવા MAIL ને જ ધ્યાનમાં લેવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના

 

1  ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૨૩૨૪ માટે એડમીશન સંપૂર્ણ સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયા પ્રમાણે થશે.

2  ગુજરાત યુનિવર્સિટી એડમીશન સેલ દ્વારા પ્રવેશ ફક્ત મેરીટના આધારે કરવામાં આવશે તે ખાસ વિદ્યાર્થીઓએ ધ્યાનમાં લેવું.

3  વિદ્યાર્થીઓ દ્વારા કોઈપણ ત્રાહિત વ્યક્તિ કે ત્રાહિત સંસ્થાનો એડમીશન માટે સંપર્ક કરવો નહીં.  કોઈપણ કોલેજ કે સંસ્થા પોતાની રીતે એડમીશન આપી શકશે નહીં ધ્યાને લેવું.

4  ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેરીટ બેઈઝ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશમાં સમાવી લેવામાં આવશે.

5  ગુજરાત યુનિવર્સિટીમાં એડમીશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન હોવાથી પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન કોઈપણ પ્રકારની માહિતી માટે ફક્ત ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટનો ઉપયોગ કરવો.

 

વિદ્યાર્થીઓ માટે ફોર્મ વેરીફિકેશન કરાવવાની ખાસ અગત્યની સૂચના

 

1. વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના

2. CBSC, અન્ય બોર્ડ અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ કે જેમનું પરિણામ આવી ગયું છે તે વિદ્યાર્થીઓ પોતાનું સંપૂર્ણ રજીસ્ટ્રેશન કરી શકશે. 

3.માર્ચ 202માં ગુજરાત બોર્ડની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરનાર, જનરલ કેટેગરી (OPEN) ના એવા વિધાર્થીઓ જેમણે બધાં જ વિષયોની પરિક્ષા માર્ચ 202માં પાસ કરી છે તેમના રજીસ્ટ્રેશન ફોર્મનું વેરિફિકેશન કોલેજે કરવાનું રહેતું નથીપરંતુ નીચે જણાવેલ કેટેગરીના વિધાર્થીઓનું ફરજિયાત પણે વેરિફિકેશન કરવાનું રહેશે.

A. માર્ચ 2023  અગાઉ પાસ થયેલ વિધાર્થીઓરિપીટર વિદ્યાર્થીઓ (ગયા વર્ષે નાપાસ થયેલ પરંતુ ચાલુ વર્ષે પાસ થયેલ અને બધાં વિષયની પરીક્ષા ન આપેલ હોય પણ EXEMPTION સિવાયના વિષયોની પરીક્ષા આપેલ હોય.)

Bઅનામત કેટેગરીના તમામ વિધાર્થીઓ જેવાં કે SC/ST/SEBC/EWS/PH.

C.  માર્ચ 2023  ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડ ના વિદ્યાર્થીઓ (CBSE, ICSE, NIOS વગેરે જેવા)

D.  શારીરિક અક્ષમતા અંગેનું સિવિલ સર્જનનું 40% કે તેથી વધુ અપંગતા અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોય.

Are you looking for Gujarat University B.A. (Bachelor of Arts) Admission Information for 2023-24 ? If yes, then you are coming to the right place. Feel free to check the Admission process here. Here, we have updated Gujarat University B.A. (Bachelor of Arts)Admission Information for 2023-24.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *