Gujarat University
Admission 2023-2024
Get All Gujarat University Updates here
05/07/2023
કોમર્સ રિશફલિંગ રાઉન્ડ માટેની અગત્યની સૂચના
- જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજમાં પ્રવેશ મળ્યો હોય અને ત્યારબાદ ઓનલાઇન ટોકન ફી ભરેલ હોય કે ભરેલ ન હોય તેઓ તેમની સંમતિ આપ્યા બાદ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
- જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં કોલેજ ફાળવેલ હોય અને ટોકન ફી ભરેલ હોય તથા પ્રવેશ માટે કોલેજમાં રિપોર્ટીંગ કરેલ હોય તેઓ પણ પોતાની સંમતિ આપ્યા બાદ જ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે.
- જે વિધાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં એક પણ કોલેજમાં પ્રવેશ ફાળવવામાં આવેલ નથી તેવા તમામ વિધાર્થીઓ સંમતિ આપ્યા વગર આપોઆપ રિશફલિંગ રાઉન્ડમાં ભાગ કઈ શકશે.
નોધ : રિશફલિંગ રાઉન્ડમાં ભાગ લેવા માંગતા તમામ વિદ્યાર્થીઓ તારીખ 06/07/2023 થી 08/07/2023 (સવારે 10.00 કલાક સુધી) ફક્ત પોતાની કોલેજની ચોઈસ અને મીડિયમ (માધ્યમ) બદલી શકશે અને વધારાની કોલેજ ચોઈસ પણ કરી શકશે. આ સિવાય કોઈ સુધારો કરી શકાશે નહીં. પ્રવેશ ન મળેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલ જગ્યાઓ, કટ ઓફ માર્કસ અને પોતાના મેરીટના આધારે વધુ ને વધુ કોલેજોની ચોઈસ આપવા જણાવવામાં આવે છે.
04/07/2023
યુ.જી. કોમર્સ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાકી હોય કે અધૂરું રહી ગયેલ હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચના
(a) CBSC બોર્ડના તમામ તેમજ Other બોર્ડના તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે (અગાઉ રજીસ્ટ્રેશન પૂર્ણ કરીને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢેલ હોય તેમણે નવું રજીસ્ટ્રેશન કરવાનું નથી)
(b) (I) ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓનું અગાઉ રજિસ્ટ્રેશન કરેલ નથી એટલેકે જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હોય તે તેમજ
(ii) જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન અધુરું રહી ગયું હોય કે રજિસ્ટ્રેશનનું પેમેન્ટ બાકી કે સક્સેસ ન થયું હોય (જૂના આઈડી પરથી જ કરવાનું રહેશે) તેવા તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી શકશે.
03/07/2023
ફી અને રિપોર્ટિંગ માટેની તારીખ લંબાવવા ખાસ સુચના
જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડ માટે ફી ભરવાની બાકી છે તેવા વિદ્યાર્થીઓ આવતીકાલે એટલે કે તારીખ 04.07.2023 (મંગળવારના) રોજ સવારે 10.00 વાગ્યા સુધી ફી ભરી શકશે અને 04.07.23 ના રોજ કોલેજમાં જઈને કોલેજ સમય દરમ્યાન રિપોર્ટિંગ કરાવી શકશે.
29/06/2023
SC વિધ્યાર્થીઓ માટે ફ્રી શીપ કાર્ડ અંગે અગત્યની સૂચના
જે વિધ્યાર્થીઓએ અનુ. જાતિ(SC) કેટેગરીમાં પ્રવેશ મેળવેલ હોય તથા ફ્રી શીપ કાર્ડ (Free Ship Card) કઢાવેલ હોય તેઓએ રાજ્ય સરકારશ્રીના નિયમ મુજબ “ફી માફી પત્ર”(Free Ship Card) મેળવવા માટે એપ્લિકેશન ફોર્મ, એલોટમેંટ લેટર, જાતિ પ્રમાણ પત્ર (Caste Certificate) તથા ફ્રી શીપ કાર્ડ (ઓરિજનલ) સાથે જે તે રાઉન્ડની ફી ભરવાની તારીખ (ઓફિસ સમય) દરમિયાન ગુજરાત યુનિવર્સિટી એડ્મિશન કમિટી (GUAC) નો રુબરુ સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ જ રેકોર્ડમાં શૂન્ય(Zero) ફી થશે અને ત્યારબાદ વિધાર્થીએ જે તે ફાળવેલ કોલેજમાં પ્રવેશ કન્ફર્મ (Reporting) કરાવવા જવાનું રહેશે.
29/06/2023
FIRST ROUND ALLOTMENT HAS BEEN DECLARED
Steps for confirmation of Admission and fees payment
પ્રવેશ કન્ફર્મ અને “ફી” ની ચુકવણી માટેની પ્રક્રિયાના પગલાં
- એપ્લિકેશન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા પ્રવેશનેconfirm ( by pressing “confirm admission” button, if you want to confirm your admission in the allotted College ) કર્યા પછી પ્રવેશ પોર્ટલ પરથી તમારા પ્રવેશ ફાળવણી પત્ર (Admission Allotment Letter) ની પ્રિન્ટઆઉટ લેવી ફરજિયાત છે.
- એલોટેડ કોલેજમાં એડમીશન કન્ફર્મ કરવા માટે ઓનલાઈન ટોકન ફી (તા. 29/06/23 થી તા. 02/07/2023) સુધીમાં ભરવી ફરજીયાત છે. ટોકન ફી ભર્યા બાદ અને એડમીશન એલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લીધા બાદ તા. 30/06/2023 થી તા. 03/07/2023 દરમ્યાન જે કોલેજમાં એડમીશન મળેલ હોય તે કોલેજમાં જઈને જરૂરી દસ્તાવેજો અને તેની ઝેરોક્ષો સાથે કોલેજ સમય દરમ્યાન ફરજીયાત વિદ્યાર્થીએ રૂબરૂ જઈને રીપોર્ટીંગ કરાવવાનું રહેશે. ફોર્મ ભરતી વખતે ઉમેદવારે આપેલા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર રીપોર્ટીંગ પ્રક્રિયા માટેનોOTP આવવાનો હોવાથી મોબાઈલ સાથે લઈ જવો જરૂરી છે અથવા વિદ્યાર્થીના એડમીશન ફોર્મના લોગીન આઈડીમાં ડેશબોર્ડ (Desk board) માં પણ OTP જોવા મળશે.
- જે વિદ્યાર્થીઓ નિયત તારીખમાં ફી ભરીને રીપોર્ટીંગ કરાવશે નહીં તે વિદ્યાર્થીઓનો પ્રથમ રાઉન્ડમાં તેમને ફાળવેલ સીટ પર હક રહેશે નહીં.
20/06/2023
Provisional Merit List has been declared in student login
વિદ્યાર્થીઓ લોગીન કરી પોતાનો પ્રોવીઝનલ મેરીટ નંબર આજ રોજ જોઈ શકશે, જે વિદ્યાર્થીનું પ્રોવીઝનલ મેરીટ જાહેર ન થયું હોય તેવા વિદ્યાર્થીઓએ તા. 21/06/2023 તથા તા. 22/06/2023 ના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે એડમીશન સેલ ખાતે ( સવારે 11 થી 5 દરમ્યાન ) જરૂરી આધારો સાથે અરજી કરવાની રહેશે.
Are you looking for Gujarat University Five years Integrated Courses Admission Information for 2023-24 ? If yes, then you are coming to the right place. Feel free to check the Admission process here. Here, we have updated Gujarat University Five years Integrated Courses Admission Information for 2023-24.